About SPCTGet to Know About Us

About SPCT

વ્યક્તિ વિકાસ થી સમાજ વિકાસ

Surendranagar Patidar Charitable Trust Ahmedabad

SPCT Sankul


સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થી અમદાવાદમાં સ્થાયી થયેલ કડવા પાટીદારો દ્વારા સમાજને મદદરૂપ થવાના હેતુથી શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર નવચેતના શિક્ષણમંડળ, અમદાવાદના નેજા હેઠળ તા. ૧૭/૧૨/૨૦૦૬ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળધામ હાથીજણ, અમદાવાદ મુકામે યોજાયેલ આ સ્નેહ સંમેલન માં આપણા પરિવારોમાં ઉત્સાહ અને સંપમાં અનેરો ઉમળકો દેખાયો. અને તા. ૨૦/૦૧/૨૦૦૮ ના રોજ પરિવારોના વિકાસ, ઉત્કર્ષ અને સંગઠનના ઉદ્વેશથી દ્રિતીય સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૧૫૦૦ પરિવારો જોડાયા હતા.

શ્રી સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર સમાજ- અમદાવાદ દ્રારા તા. ૦૩/૦૧/૨૦૧૦ ના રોજ “ સમાજ સમર્પિત મહોત્સવ” નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સમાજના આગેવાનો તથા શ્રેષ્ઠીઓ દ્રારા કુમાર છાત્રાલય શરૂ કરવા માટે નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ તા. ૨૪/૦૪/૨૦૧૧ ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરિત સમૃદ્ધિ યોજના અંતગર્ત અમદાવાદ મુકામે સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ (SPCT) દ્રારા નવ નિર્માણાધીન સંકુલ અન્વયે સમાજ સમૃદ્ધિ મહોત્સવ યોજાયેલ જેમાં શ્રી ઉમિયા માતાજીની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવેલ સમાજ સમૃદ્ધિ મહોત્સવને સફળતાના શિખરે પહોચાડવા શ્રી ઉમિયા માતાજી સીદસરથી દિવ્ય સમૃદ્ધિ રથમાં બિરાજમાન થઇને અમદાવાદના આંગણે પધારી પરિવારજનોને સાક્ષાત્કાર કરાવી તૃપ્ત અને સમૃદ્ધ કરે તે ઉદેશથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ.

SPCT અમદાવાદ દ્રારા તા. ૨૧/૦૪/૨૦૧૩ ના રોજ સમાજ ઉત્કર્ષ મહોત્સવ યોજવામાં આવેલ. જેમાં સમાજ શ્રેષ્ઠી તથા દાતાઓ શ્રી દ્રારા અદભુત દાનની સરવાણી થયેલ તથા સમાજ આગેવાનો દ્રારા કુમાર છાત્રાલયના સંકુલના નિર્માણ નો સંકલ્પ કરવામાં આવ્યો. વર્ષ ૨૦૧૩-૧૪માં કુમાર છાત્રાલયની શુભ શરૂઆત ભાડાના મકાનમાં કરવામાં આવી હતી. (૪,સેટેલાઈટબંગ્લોઝ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર, અમદાવાદ) ૦૧/૦૬/૨૦૧૩ થી શરૂઆત કરી જેમાં આશરે ૮ રૂમ માં ૪૦ વિધાર્થીઓને રહેવાની અને જમવાની સુવિધા કરવામાં આવેલ. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ - ૧૫ માં રાજપથ બોડકદેવ અમદાવાદ ખાતે ભાડાના મકાનમાં ૨૦ રૂમોમાં ૧૦૦ વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની સુવિધા કરવામાં આવી. આવી રીતે આપણું પોતાનું SPCT સંકુલ શરૂ કરતા પહેલા આશરે ૪ વર્ષ દાતાઓના સહકારથી ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપવામાં આવેલ.

સપ્ટેમ્બર- ૨૦૧૬માં આશરે ૨૪,૦૦૦ ચો. ફૂટ જગ્યા ખરીદવામાં આવી અને કુમાર છાત્રાલય સંકુલના બાંધકામની શરૂઆત કરવામાં આવી. ભૂમિપૂજન તા. ૧૨/૧૧/૨૦૧૬ ના રોજ કરવામાં આવ્યું પ્લાન પાસ કરવા માટેની કાર્યવાહી કરીને આગળનું કામ કરવામાં આવ્યું. સ્નેહ મિલન સંમેલન તા. ૧૯/૧૧/૨૦૧૭ માં કરવામાં આવ્યું લોકાર્પણ સમારોહનું આયોજન તા. ૨૯/૦૪/૨૦૧૮ માં કરવામાં આવ્યું તેમજ વિધાર્થીઓ ને રહેવા માટે જુન -૨૦૧૮ થી એડમીશન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

Mission

M
  • To Social transformation to the Nation Building.
  • To socially consolidate and ensure the unity & fraternity.
  • Social, Educational & economical development of the community.

Vision

V
  • To undertake various Programme to enable integrated development of society
  • To provide Career opportunities to youngsters
  • To provide platform for entrepreneurship & skill development
  • To preserve & sustain the Patidar Culture

Goals

G
  • Global Presence / Recognition of Patidars – Alignment from Village to Global Level.
  • Social and Economic Development of all Needy Patidar’s Family
  • To Endeavour to eliminate the health-hazard habit, like Tobacco, liquors, Gutaka etc.
  • Creating Hostel Facilities for Boys and With all amenities and affordable in the first phase
  • Guest House (Atithi Bhavan) with Hoarding and Boarding will be created for patidars Community, Coming from Abroad and various part of the country.
  • To Create Career and Guidance Centers for youngsters
  • To provide and facilitate employment to educated unemployed Boys in Government / Public and Private Sector.

Milestone

We have reached milestones that are far beyond what we expected.

15/06/2018

SPCT સંકુલમાં વિદ્યાર્થીઓનો કુમાર છાત્રાલયમાં પ્રથમ પ્રવેશ સત્ર શરૂઆત થઇ તેમજ 75 રૂમમાં 300 વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા કરવામા આવી.

29/04/2018

SPCT લોકાર્પણ સમારોહનું આયોજન.

19/11/2017

SPCT દ્વારા સ્નેહમિલન સંમેલન.

12/11/2016

SPCT, અમદાવાદની જગ્યા પર ભૂમિ પૂજન કરવામાં આવ્યું, તથા સંકુલના નિર્માણની શરૂઆત કરવામાં આવી.

08/09/2016

શાલિગ્રામ લેકવ્યુ પાછળ, વૈષ્ણોદેવી રીંગરોડ અંડરબ્રિજ પાસે, આશરે 24000 Sq.Ft.જગ્યા ખરીદવામાં આવી.

2014/2015

બોડકદેવ, અમદાવાદ ખાતે રાજપથ સોસાયટીમાં ભાડાના મકાનમાં 20 રૂમમાં 100 વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા કરવામા આવી.

21/04/2013

SPCT, અમદાવાદ દ્વારા સમાજ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન, કુમાર છાત્રાલય તથા સંકુલના નિર્માણના સંકલ્પ સાથે દાન એકઠું કરવાની શરૂઆત.

01/06/2013

વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ભાડાના મકાનમાં કુમાર છાત્રાલયની શુભ શરૂઆત 8 રૂમમાં 40 વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા તારીખ 01/06/2013 થી કરવામા આવી.

24/04/2011

ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત સમૃધ્ધિ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ (SPCT) અમદાવાદ દ્વારા નવ નિર્માણધીન સંકુલ અન્વયે સમાજ સમૃધ્ધિ મહોત્સવનુ આયોજન અમદાવાદ ના આંગણે ઉમિયા માતાજી ભવ્ય રથયાત્રાનું આયોજન.

29/03/2011

Trust Deed Registration

03/01/2010

સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર સમાજ - અમદાવાદ દ્વારા સમાજ સમર્પિત મહોત્સવ નું આયોજન

20/01/2008

"શ્રી સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર નવચેતના શિક્ષણ મંડળ, અમદાવાદ" દ્રિતીય સંમેલન.

17/12/2006

શ્રી સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર નવચેતના શિક્ષણ મંડળ, અમદાવાદ

2700

Students

20+

Facilities

8

Years Completed

Thoughts

Thinking of Honoured persons !!

FEEL LIKE TO HAVE A TALK WITH US?

No Problem ! We are here for you to answer your Questions related about SPCT Sankul....

Get In Touch